બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, (બરોડા આર સેટી) અરવલ્લી વિશે..
આપણાં દેશમાં શિક્ષીત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં જટિલ બની જાય છે કારણકે આજે પણ આપણી વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં વસેલો છે. યુવા શક્તિને જો ઉચિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તો તેઓનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવી શકાય છે તેમજ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકાય.
આમ આવાજ ઉદ્દેશથી ગ્રામ વિકાસ વિભાગ, ભારત સરકાર, રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા દ્વારા બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (બરોડા આર સેટી) ની સ્થાપના તા.૩૧/૦૩/૨૦૦૯ ના રોજ કરવામાં આવેલ.
આ સંસ્થા દ્વારા બેરોજગારોને નિ: શુલ્ક (મફત) તાલીમ રહેવા જમવાની સુવિધા સાથે આપવામાં આવે છે
સંસ્થાનાં ઉદ્દેશો
- ગ્રામ્ય કક્ષાએ લોકોને આર.સે.ટી સંસ્થા વિશે જાગૃત કરવા.
- અરજદારની માંગ આધારિત તાલીમ માટે અરજીઓ સ્વીકારવી.
- ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન પછી અરજદારને જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા.
- તાલીમ બાદ સ્વરોજગાર શરૂ કરવા માટે બેંકમાથી ધિરાણ/ક્રેડિટ લિંકેજ માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપવો.
Important Links
📢 Stay Connected With Us
Join our official WhatsApp Group and Facebook Community to receive the latest updates, course announcements, training schedules, and important notifications. You can also explore all available courses on our learning portal.